કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલ વાહિયાત નિવેદન આપેલ તેના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સમાજની આગેવાની હેઠળ ક્ષત્રિય સમાજના યુવા પ્રમુખ શક્તિસિંહ નટવરસિંહ ગોહિલ, દિપસિંહ ભીખુભા ગોહિલ, રૂપસિંહ બાપુભા ગોહિલ, અભયસિંહ કરશનભા ગોહિલ, નિર્મળસિંહ જશવંતસિંહ ગોહિલ, નગીનસિંહ કાળુભા ગોહિલ તથા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ નાઘેર પંથક ઉના સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સુત્રોચાર સાથે ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું..

આવેદન પત્રમાં જણાવ્યાં મુજબ તાજેતરમાં રાજકોટ મુકામે શહેરી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના ભાષણમાં રાજા, મહારાજઓ તેમજ ક્ષત્રિય સમાજ વિશે તથ્ય વિહોણી અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરી સમગ્ર ક્ષત્રિય સમાજને મૂલ્યો વિહીન, ક્ષાત્રત્વ વિહીન દર્શાવવાનો જે નિમ્ન કક્ષાનો પ્રયાસ કરેલ છે. ક્ષત્રિય સમાજના સ્વાભિમાન અને ગરિમાને ઠેશ પહોંચે એવો વાણી વિલાસ અને બફાટ કરેલ છે.
જે ઇતિહાસ સાથે સુસંગત નથી જેને તમામ ક્ષત્રિય સમાજે કડક શબ્દોમાં વખોડી કાઢેલ છે. જેને નાઘેર પથકમાં વસતા તમામ ક્ષત્રિય સમાજ દેશભરના ક્ષત્રિય સમાજ સાથે રહી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એવી માગણી કરી હતી. ક્ષત્રિય સમાજ રાજ્ય અને રાષ્ટ્ર માટે હિન્દુત્વનું રક્ષા કાજે અસંખ્ય બલિદાનો આપેલ છે. રાષ્ટ્રની અખંડિતતા માટે રાજ્યો સમર્પિત કરેલ છે. જે સર્વોચ્ચ ઐતિહાસિક ત્યાગ જેવી બીજી ઘણી બાબતોની ધોર ઉપેક્ષા કરેલ છે. જેનાથી ક્ષત્રિય સમાજની લાગણીઓ ખુબજ દુભાયેલ છે. જેના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ક્ષત્રિય સમાજે તેમના આ પ્રકારના હિન પ્રયાસોનો સખત શબ્દોમાં વિરોધ વ્યકત કરી કાયદાકીય રીતે આ વિષયે ન્યાય મળે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કડક પગલાં લેવાઇ તેવી તમામ ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણી સાથે રજુઆત કરેલ છે.

