સંખેડા વિધાનસભા વિધાનસભાના 385 મતદાન મથકમાં આવતા 385 મતદારો નર્મદા જિલ્લાના ઢેફાં ગામના છે પરંતુ છેલ્લા 10 વર્ષ થી તેઓનું મતદાન મથકનું બુથ સંખેડા વિધાનસભામાં લાગતું હોવાથી અધિકારીઓ અને મતદારો દર વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેઓના જિલ્લાના લાગતા નેતાઓને છોડી બીજા જિલ્લાના નેતાઓને મતદાન કરવાનો વારો જયારે ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડમાં નર્મદા જિલ્લાઓ પરંતુ મતદાન છોટાઉદેપુર સંખેડા વિધાનસભામાં કરવાનો વારો જયારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓમાં નર્મદા જિલ્લાના ઉમેદવારને મતદાન કરે છે ચૂંટણી પંચની આ કામગીરી થી મતદારો પણ મુંજવણમાં
છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભામાં નસવાડી તાલુકો આવે છે અને નસવાડી તાલુકો નર્મદા જિલ્લાને અડીને આવેલો છે જયારે 2012માં વિધાનસભાના મતવિસ્તારનું વિભાજન કરવામાં આવ્યું અને નસવાડી તાલુકાને સંખેડા વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો અને નસવાડી વિધાનસભા બેઠક રદ કરવામાં આવી ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ઢેફા ગામ વહીવટી તંત્રના અધિકારીઓની નિસ્કરજીના કારણે 2012માં વિધાનસભાના વિભાજનમાં નાંદોદ વિધાનસભામાં ઢેફા ગામને જોડાવાની જગ્યાએ સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં જોડતા ઢેફાં ગામના 385 મતદારો છેલ્લા 12 વર્ષ થી પોતાના જિલ્લાના વિધાનસભાના નેતાને મતદાન કરવાની જગ્યાએ બીજા જિલ્લાના વિધાનસભાના નેતાને મતદાન કરવું પડે છે. જયારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારનો મતવિસ્તાર એક જ છે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઢેફાં ગામના મતદારો નર્મદા જિલ્લાના બેઠકોના ઉમેદવારને મતદાન કરે છે આમ એક મતદાર અલગ અલગ ચૂંટણીઓમાં બે જિલ્લાઓના ઉમેદવારોને મતદાન કરવાનો વારો આવતો હોય છે. જયારે ઢેફાં ગામના મતદારોનું ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડમાં નર્મદા જિલ્લો દર્શાવ્યો છે.
છતાંય બીજા જિલ્લાના વિધાનસભાના ઉમેદવારને મતદાન કરવું પડે છે. જયારે લોકસભાની ચૂંટણી તાણે નસવાડી તાલુકાના કર્મચારીઓ નર્મદા જિલ્લાના ઢેફાં ગામે મતદાન મથકે પોહચી મતદાન કરવાની કામગીરી કરે છે. ચૂંટણી પંચના અધિકારીઓને આ ગામના લોકો વર્ષોથી નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં જોડાવા માંગ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ આ ગ્રામજનોને રજૂઆત હજુ સુધી સાંભળી જ નથી શક્યા. જયારે ચૂંટણી પંચની આ કામગીરીથી મતદારો પણ મુંજવણમાં મુકાઈ ગયા છે. આ બાબતે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે

