જેતપુરના નાજાવાળા પરા વિસ્તારમાં ન્હાવા પડેલ યુવાનનું કૂવામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ જેતપુરના નાજાવાળા વિસ્તાર રહેતા દિપક ભીખુભાઈ વણાલ ઉ.28 નામનો યુવાન આ વિસ્તારમાં આવેલ ભાડીયા કુવા માં નાહવા પડ્યો હતો ત્યારે અકસ્માતે વધુ કૂવામાં ગરક થઈ જતા શરીરે ઇજાઓ પહોંચી હતી અને યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું .આ ઘટના ની જાણ સ્થાનિકોને થતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ની મદદ થી મૃતદેહ ને કૂવામાંથી બહાર કાઢી મૃતદેહે નો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

