Gujarat

ઉના શહેરમાં ગોંદરા ચોક વિસ્તારમાં દુકાન પાસે અજાણ્યા વૃદ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો

હિન્દુ યુવાસંગઠના સેવાભાવી યુવાનોએ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે પહોંચાડ્યો…આભિક્ષુક કોણ અને ક્યાંના છે તેઅંગે પોલીસે તપાસ હાથધરેલ…

ઉના શહેરમાં ગોંદરા ચોક વિસ્તારમાં આવેલ દુકાનના ઓટલા ઉપર એક અજાણ્યા વૃદ્ધ ભિક્ષુક મૃત હાલતમાં હોવાની જાણ હિન્દુ યુવા સંગઠનને થતા સેવાભાવી યુવાનોએ તાત્કાલિક આ અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. જોકે આ અજાણ્યા ભિક્ષુક વૃદ્ધ કોણ અને ક્યાંના છે તે જાણવા મળ્યું નથી. અને તેની ઓળખ માટે ઉના પોલીસે તપાસ હાથ ધરેલ છે.
હિન્દુ યુવા સંગઠન ભારત ગૌ રક્ષક દળ મહાકાલ ઓફીસ પર એક દુકાનદાર દ્વારા જાણ કરવામાં આવેલ હતી. કે અમારી દુકાન ખોડલ ધામ ગોંદરા ચોક પાસે દુકાનનાં પગથિયાનાં ઓટલા પર રોજ એક ભિક્ષુક સુવે છે. અને આજે અમે બોલાવતા હલન ચલન કરેલ નહિ. જેથી તાત્કાલિક હિન્દુ યુવા સંગઠન ભારતની સેવા ભાવી યુવાનોની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ હતા.
અને ત્યાં તપાસ કરતા અજાણ્યા વૃદ્ધ ભિક્ષુક મૃત હાલતમાં પડેલ હોય તેની જાણ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી. અને હિન્દુ યુવા સંગઠન મહેશભાઇ બારૈયા, અજયભાઇ બાંભણીયા, સંદીપભાઈ બાંભણીયા, દિલિપભાઈ મૈયા, લાલજીભાઈ બારૈયા, કાર્તિકભાઈ બારૈયા, અમરબાપૂ ગોસાઈ, દેવ બારડ સહીત યુવાનો એ અજાણ્યા ભિક્ષુકમાં મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ હતો. આમ સમાજ સેવા એ જ પ્રભુ સેવા એવા હિન્દુ યુવા સંગઠન ભારત ઉના ટીમના સેવા ભાવી યુવાનોએ આ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ અજાણ્યા ભિક્ષુક વૃદ્ધનું મોત બીમારી થી કે પછી કોઈ કારણોસર થયું તે અંગે જાણવા મળેલ નથી. તેની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરેલ છે.