Gujarat

દ્વારકાધીશજી જગતમંદિરમાં ઠાકોરજીને અન્નકૂટ મનોરથ યોજાયા

યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યા હતા. જેમાં શુક્રવારે સાંજે 5.00 કલાકે ઠાકોરજીના ઉત્થાપન સમયે ભાવિક પરિવારો દ્વારા પુજારી પરિવારના સહયોગથી ઠાકોરજીને શ્વેત વાઘા તેમજ રત્નાલંકાર તથા દેદિપ્યમાન શૃંગાર સાથે અન્નકૂટ મનોરથ દર્શન યોજાયા હતા. ઠાકોરજીના દિવ્ય દર્શનનો હજારો ઉપસ્થિત ભાવિકોએ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો આ દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર બન્યા હતા.