Gujarat

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ફ્રી મેધા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

ડો. યજુવેન્દ્ર મકવાણા એ છેલ્લા એકાદ વર્ષ માં 325 થી વધુ મેજર ઓપરેશનમાં તથા માઇનર ઓપરેશનમાં એનેસ્થસીયા દર્દીઓને ની સેવા પૂરી પાડી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સયુક્ત ઉપક્રમે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ફ્રી મેધા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં હૃદયના રોગો મગજના રોગો હાડકાના રોગો પેટના રોગો જેવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી. જેમા અંબાજી તેમજ આજુબાજુ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓએ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધો હતો. આ કેમ્પ ને સફળ બનાવમાં અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા ડોક્ટર પિયુષ મોદી તેમજ નર્શિગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ, ફાર્માસિસ્ટ, તેમજ વહીવટી સ્ટાફ, અને અન્ય વર્ગ ૩ અને વર્ગ-4 ના કર્મચારીઓ પોતાની ફરજ અને સેવાના હેતુથી આ કેમ્પને સફળ બનાવામાં પોતાનો યોગદાન આપ્યું હતો અને દર મહિનાના બીજા મંગળવારે જે કેમ્પ કરવામાં આવે છે તે માટે હોસ્પિટલનાં સ્ટાફનો આભર માન્યો હતો અને તેમની સેવા બિરદાવી હતી
        અંબાજી અને આજુબાજુ વિસ્તારના દર્દીઓને નિશુલ્ક ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં ઓર્થોપેડિક ડોક્ટર નેહાલ બારોટ અને એનેસ્થસીયા કામગીરી  ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા દ્વારા કરવામા આવી હતી. આ હોસ્પિટલ ખાતે છેલ્લા એકાદ વર્ષથી ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા તરફથી 325 થી વધુ મેજર ઓપરેશનમાં અને જરૂર પડે માઇનર ઓપરેશનમાં એનેસ્થસીયા આપવા માટે પોતાની જરૂરી સેવા પૂરી પાડી છે જેના કારણે અંબાજી અને આજુબાજુના વિસ્તારના લોકોને હાડકાના, ગાયનેક અને આંખના નિ:શુલ્ક ઓપરેશન હોસ્પિટલ ખાતે લાભ મળે છે જે માટે દર્દીઓએ હોસ્પિટલનું આભાર માન્યો હતો.