Gujarat

કોણ શું કહે છે એની ચિંતા ના કરો, તમે માત્ર ભાજપને વધુ મતોની લીડ અપાવવા પર ફોકસ કરો : સી આર પાટીલ

વિવિધ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીને લઇને જાેર શોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જાે કે ચૂંટણી વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતની વડોદરા બેઠક પણ આંતરિક વિખવાદને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે સી આર પાટીલ કાર્યકર્તાઓને વિવાદોમાંથી બહાર આવવા અપીલ કરી છે.

વડોદરા લોકસભા બેઠક પર પહેલા રંજનબેન ભટ્ટના નામને લઇને વિરોધ ઊભો થયો હતો. જે પછી રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. જે પછી ભાજપે વડોદરા બેઠક પર હેમાંગ જાેષીને ટિકિટ આપવામાં આવી છે. જાે કે તે પછી પણ ભાજપમાં નાના મોટા વિરોધ સામે આવતા રહ્યા છે.

એટલુ જ નહીં ગુજરાતમાં અન્ય કેટલીક બેઠક પર પણ ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપના આંતરિક અસંતોષ પર સી આર પાટીલે નિવેદન આપ્યુ છે. સી આર પાટીલે કાર્યકર્તાઓને વાદ-વિવાદમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે.

તેમણે કહ્યુ કે કોણ શું કહે છે એની ચિંતા ના કરો. તમે માત્ર કામ પર ફોકસ કરો. થોડું કામ કરવાની જરૂર છે. બુથમાં, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરને કામ આપજાે. આમાંથી કોઈથી ડરતા નહીં, તમારૂ ન માને તો મને ફોન કરજાે.