જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ રાજય સરકાર હસ્તકના અનાજના ગોદામોમાં ગાંધીનગરથી ઓચિંતી ચેકીંગ ટૂકડી આકસ્મિક તપાસ અર્થે ત્રાટકી હોવાનું બહાર આવ્યું છે. ગુરૂવાર સાંજથી આ ગોદામોમાં રાખવામાં આવેલ સસ્તા અનાજના રાશનના જથ્થાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પાટનગરથી દોડી આવેલી ટીમ દ્વારા સતત બીજા દિવસે રાત્રિ સુધી તપાસ કામગીરી અવિરત રાખવામાં આવી છે. જેમાં જુદી જુદી આવક જાવક, સ્ટોક સહિતના હિસાબોની ટૂકડી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

