જામનગર લોકસભાની બેઠક માટે જામનગર અને દ્વારકાના બુથ પ્રમુખના સંમેલનને ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધન કરીને તેમને 5 લાખથી વધુ લીડથી કેવી રીતે જીતી શકાય તેની ગુરૂચાવી આપી હતી. તો બીજી બાજુ જેમ અંદાજો હતો તેમ ક્ષત્રિય સમાજના યુવકોએ ઓશવાળ સેન્ટરની બહાર કાળા વાવટા ફરકાવી ધરણાં કર્યા હતા. જેને પોલીસ બાદમાં અટક કરી લઈ ગઈ હતી.

ભાજપ દ્વારા લોકસભા જામનગર બેઠકના જામનગર મહાનગરપાલિકા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બુથ પ્રમુખ સમલેન ઓસવાલ સેન્ટર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. આ સમલેનને દીપ પ્રાગટય કરીને ખુલ્લું મુકયું હતું.
ભાજપના અધ્યક્ષ પાટીલે ઓશવાળ સેન્ટરમાં માત્ર અપેક્ષિત ભાજપના કાર્યકરો ને બંધ બારણે બેઠકને સબીધન કરતા જામનગર લોકસભાની સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડામને કેવી રીતે પાંચ લાખની લીડ સાથે વિજેતા બનાવી શકાય તે માટે રાજકીય ગુરુ ચાવી આપી હતી.
આ બુથ સમલેનમાં સ્વાગત પ્રવચન ભાજપના ઉમેદવાર અને સાસંદ પૂનમબેન માડમ કર્યું હતું.તેઓ બુથના પ્રમુખોને આવકરેલ હતાં અને ચૂંટણી પ્રચારના કામમાં લાગી જવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જેમ અંદાજો હતો તેમ ક્ષત્રિય યુવાનો દ્વારા ઓશવાળ સેન્ટરની બહાર કાળા વાવટા ફરકાવી રૂપાલાના નામના નારા લગાવી ધરણાં પર બેસ્યા હતા જેને પોલીસે અટક કરી બાદમાં કાર્યક્રમ પત્યા બાદ છોડી દીધા હતા.
પાટીલના સભા સ્થળે પોલીસનો જંગી બંદોબસ્ત ક્ષત્રિય આંદોલનના પગલે જામનગરમાં લોકસભાના બુથ પ્રમુખોની બેઠકમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવવાના હોય. પોલીસ દ્વારા અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈને પણ અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સાડા છસ્સો જેટલી પોલીસના જંગી કાફલાથી ઓશવાળ સેન્ટર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

