મહેસાણા વાળી ધર્મશાળામાં વરલી મટકા નો જુગાર રમાડતા ઈસમને ઝડપી પાડતી અંબાજી પોલીસ
અંબાજી પોલીસ રૂપિયા-૭૨૫૭૦/- મુદ્દામાલ સાથે એક ને ઝડપી પાડ્યો ઝડપાયેલો ઈસમ તો પેદો છે મોટા માથા તો હજી પોલીસની પકડ થી બહાર છે
યાત્રાધામ અંબાજી મંદિરના મુખ્ય દ્વાર એટલે કે શક્તિ દ્વાર ની નજીક આવેલ અવદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ સંચાલિત મહેસાણા વાળી ધર્મશાળામાં અંબાજી નો એક ઈસમ દ્વારા ખુલ્લેઆમ મંદિર ની નજીક વરલી મટકા નો જુગાર રમાડી રહ્યો છે તેવી અંબાજી પોલીસને મળેલ બાતમીના આધારે અંબાજી પીઆઇ જીઆર દેસાઈ ની રાહબરીની છે પોલીસની ટીમે આ ધર્મશાળા ઉપર રેડ કરતા પોલીસને જોઈને વરલી મટકાનો જુગાર રમવા આવેલ તથા રમાડતા ઈસમો ભાગી ગયા હતા જ્યારે એક ઈસમ કે જેનું નામ કૈલાશકુમાર લક્ષ્મી લાલ જોશી રહે મૈત્રી અંબે સોસાયટી વાળાને સ્થળ ઉપર ૪૭,૦૦૦ થી વધુ ની રોકડ રકમ તથા એક samsung ના મોબાઇલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો મોબાઇલને ચેક કરતા તેમાંથી વરલી મટકા રમાડતા હોવાના પુરાવા રૂપે આંકડાકીય સંખ્યાઓ તથા નામોનો કોર્ડ વર્ક મળી જવા પામ્યો હતો અંદાજિત ૭૨,૫૭૦ હજારથી પણ વધુના મુદ્દા માલ સાથે અંબાજી પોલીસે આઈસમને ઝડપી પાડ્યો હતો પણ વર્ષોથી યાત્રાધામ અંબાજીમાં વલ્લી મટકાનું સામ્રાજ્ય જમાઈ બેટા મોટા માથા હજી પણ પકડની બહાર હોય તેવું હાલ અંબાજી ગામમાં ચર્ચા એ વેગ પકડી છે ત્યારે અંબાજીમાં અન્ય પાંચ થી સાત જગ્યાએ પણ ખુલ્લેઆમ વલ્લી મટકા નો જુગાર રમાઈ રહ્યો છે તેના ઉપર પણ અંબાજી પોલીસ તંત્રએ લાલ આંખ કરવી જોઈએ અને યાત્રાધામમાંથી આ જુગારીઓને પકડી ખાતે કારવાઈ કરે તેવી અંબાજી ગામજનોમાં માંગ ઉઠી છે.
યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી ખુલ્લેઆમ જાહેર માર્ગો ઉપર વિવિધ ધર્મશાળાઓમાં વચેટીયાઓ દ્વારા વરલી મટકાનો જુગાર તથા ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો વર્ષોથી રમાડાય છે છતાં પોલીસ આ ધ્યાને આવતું નથી વાતથી અજાણ છે તે વાત પ્રજાને હજમ થતી નથી અંબાજીમાં ચાલતી ચર્ચા મુજબ દરરોજના અંદાજે ૩ થી ૮ લાખ રૂપિયા નો વરલી મટકાનો જુગાર રમાડાય છે તથા ૩૦ થી ૫૦ લાખ રૂપિયા નો ipl નો ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો પણ રમાય છે અંબાજીમાં વર્ષોથી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અનૈતિક પ્રવૃત્તિઓ કરતા આવા તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેવું ફલિત થઈ રહ્યું છે. અંબાજીમાં અગાઉ પણ આવી રેડો પડ્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી પાછા આવા ધંધાઓ ધમધમી ઉઠ્યા ના પણ બનાવો બનેલ છે જિલ્લા પોલીસ વડા યાત્રાધામ અંબાજી ને બદનામ કરતા આવા તત્વોને કાયમ માટે નેસ્ત નાબૂદ કરે તેવું પ્રજાજનો જિલ્લા પોલીસ વડા પાસે અપેક્ષા અને ગામજનોની માંગણી છે
યાત્રાધામ અંબાજીમાં પાંચથી સાત જગ્યાએ વર્ષોથી ખુલ્લેઆમ વરલી મટકા નો જુગાર રમાડાય છે*
૧. દાંતા રોડ રાજપૂત સમાજની ધર્મશાળા ની સામે
૨. દાંતા રોડ આર્ટસ કોલેજ ની બાજુમાં
૩. શૌચાલયની પાસે તથા મુખ્ય બજારમાં
૪. ખોડીયાર માતાના મંદિર પાછડ એક શોપિંગ સેન્ટરમાં
૫. મંદિર પાછળ આવેલ એક ધર્મશાળામાં
તથા ચાર થી પાંચ ઈસમો બાઈકો ઉપર તથા પ્રાઇવેટ હરતા ફરતા મોબાઈલ ના માધ્યમથી ખુલ્લેઆમ વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા હોવાનો લોકમુકે અંબાજી ગામમાં ચર્ચા એ વેગ પકડ્યો છે

