છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ની 133મી જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ પાવર હાઉસ ચોકડી પાસે આવેલ તેઓની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સાંસદ અને ભાજપના નેતા નારનભાઈ રાઠવા, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકી, છોટાઉદેપુર લોકસભાના પ્રભારી સનિભાઈ સોની, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

