Gujarat

છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 14 એપ્રિલ એટલે ફાયર સર્વિસ દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે  છોટાઉદેપુર નગરપાલિકા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 66 અગ્નીસમન સેવાઓના કર્મચારીઓ આગની લપેટમાં આવીને વીરગતિ પામ્યા હતા. આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ પણ કરવામાં આવી હતી.  તેમજ આગથી બચવાના ઉપાય માટે જન જાગૃત લાવવાના હેતુથી છોટાઉદેપુર નગરમાં રેલી પણ યોજવામાં આવી હતી.