Gujarat

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં દરેક વિધાનસભામાં ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે

આગામી લોકસભાની ચૂંટણી ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં દરેક વિધાનસભાની અંદર ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર નગરમાંથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીની પાંચ ગેરંટીઓ છે. જેમાં યુવાનોને ન્યાય, કિસાન ન્યાય, નારી ન્યાય, શ્રમિકોને ન્યાય જેવી પાંચ ગેરંટીઓને લઈને આ ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રિકા  બનાવવામાં આવી છે. એ પત્રિકાઓ છોટાઉદેપુર લોકસભાની સાતે સાત  વિધાનસભાઓમાં પહોંચાડવામાં આવશે. જેને લઈને આજે છોટાઉદેપુર નગરમાંથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના હાથ સે હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અને લોકસભાના ચૂંટણીના સંયોજક પ્રોસેસર અર્જુન રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.