પે.સે.શાળા ગોગજીપૂરા તથા હર્ષદ વિદ્યાલય ના સંયુક્ત સહકાર થી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 લોકશાહી ના અવસર માં શાળાના આચાર્ય ગ્રામજનો સરપંચ સાથે મળી લોકશાહી ને મજબૂત બનાવવા મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો.ગોગજીપૂરા ગામ ના ફળીયા,જાહેર જગ્યા ઓ દૂધ મંડળીઓ ખાતે રેલી અને સૂત્રો સાથે બેનર અને પેમ્પલેટ્સ વહેંચવામાં આવ્યા.ગ્રામજનો ને તેમના ફળિયામાં ભેગા કરી મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યા.દરેક વિસ્તાર ની બહેનો ને મતદાન ની જરૂરીયાત વિશે સમજુત કરી.સહુ લોકશાહી ને મજબૂત બનાવવામાં આપનો અમૂલ્ય સમય આપવા ની જાગૃતિ વિશે ચર્ચા કરવામાં આવી.આચાર્ય દિનેશકુમાર શર્મા અને દશરથભાઈ ડાભી હર્ષદ વિદ્યાલય એ સહુ ને મતદાન અવશ્ય કરવા જવાની અપીલ કરી.

