Gujarat

વડોદરાથી 50 બસો, 100 કારમાં ક્ષત્રિયો રાજકોટ ખાતેના મહાસંમેલનમાં પહોંચ્યા

ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીના વિરોધમાં રાજકોટ ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ં હાજરી આપવા માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી 50 લક્ઝરી બસ અને 100 જેટલી કારોમાં સવાર થઈને રાજપુત સમાજના સભ્યો પહોચ્યાં હતાં.

વડોદરાના કારેલીબાગ, માંજલપુર, તરસાલી, અકોટા તેમજ જિલ્લામાં શેરખી, સાવલી, વાઘોડિયા, પાદરા, ડેસર, કરજણ સહિતના અનેક વિસ્તારો – ગામોમાંથી રાજપુત સમાજના લોકો પહોચ્યાં છે.

ક્ષત્રિય મહાસંમેલનમાં નિકળતા પહેલા રૂપાલાની ઉમેદવારી સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (શેરખી), સમગ્ર ગુજરાત રાજ્યની 100 થી પણ વધુ રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના સ્થાપક વિક્રમસિંહ મહારાઉલ, વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના ઉપપ્રમુખ માધવસિંહ રાણા વગેર સહિતના આગેવાનો જોડાયા હતા.