જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા રવિવારે કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમા શહેરમાં વિવિધ સ્થળો પર મૂકવામાં આવેલ ભારત દેશનાં ગૌરવશાળી મહાનુભાવો સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપસિંહજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જામ દિગ્વિજયસિંહજી, શહીદ ભગતસિંહજી પ્રતિમાની સાફસફાઈ તથા ફૂલહાર કરી તેઓના અપ્રતિમ યોગદાનને નમન કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ જે તે સ્થળ પર જે સ્થળ પર જે મહાનુભાવની પ્રતિમા હતી તે વ્યક્તિઓને રાષ્ટ્ર તેમજ ભારતીય સંસ્કૃતિને આપેલ યોગદાન વિશે સતીશચંદ્ર વ્યાસ, ઉત્પલભાઈ દવે, હિમાંશુભાઈ જાની, પારસભાઈ મકીમે વક્તવ્ય દ્વારા લોકોને માહિતગાર કર્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય રામ, પ્રો. પ્રેક્ષાબેન ભટ્ટ તથા કોલેજના અન્ય વિભાગના પ્રોફોસર તથા નવાનગર નેચર કલબના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.

