રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા એક સાથે જામનગર થી અલગ અલગ સ્થળ અને વિસ્તારોમાંથી બસો તેમજ કારમાં અસ્મિતા મહા સંમેલનમાં જવા માટે નીકળ્યા છે.
સમગ્ર હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. જય ભવાની જય રાજપુતા અને રૂપાલાની ટિકિટ રદ કરોના નારા સાથે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 50,000 થી વધુ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો રાજકોટ ખાતે રતનપરમાં યોજાયેલા અસ્મિતા મહા સંમેલનમાં જોડાવા રવાના થયા છે.

જામનગર શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો રાજકોટ ખાતે આજરોજ અસ્મિતા સંમેલન યોજવાનું છે તેમાં જોડાવા માટે મોટી સંખ્યામાં બસ પ્રાઇવેટ વાહનો સહિત અલગ અલગ વાહનોમાં 50,000 થી વધુ રાજપૂત ભાઈઓ અને મહિલાઓ રાજકોટ ખાતે અસ્મિતા સંમેલનમાં પહોંચશે. રાજપુત કરણી સેનાના હોદ્દેદારો તેમજ રાજપૂત સમાજના અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો આગેવાનો અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ગામોમાંથી પણ એક એક બસ અને મોટી વસ્તી ધરાવતા રાજપૂત સમાજના ગામોમાં બેથી વધુ બસ અને મોટી સંખ્યામાં પ્રાઇવેટ મોટરકાર લઈને રાજકોટ ખાતે યોજાઈ રહેલા અસ્મિતા સંમેલનમાં હાજરી આપવા નીકળ્યા છે.



