Gujarat

છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામે વીજળી પડવાથી યુવતીનું મોત નિપજ્યું હતું, જેને લઈને આજે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ તેઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના મોટા રામપુરા ગામે  પુજારી ફળીયામાં રહેતા દેસીગભાઈ રાઠવાની પુત્રી નીતાબેન રાઠવા નું માવઠા દરમિયાન બળદ છોડવા જતા તેમના પર વિજળી પડવાથી નીતાબેન રાઠવા નું મોત નિપજ્યું હતુ.જેને લઇને આજે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ  રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ  જયદીપભાઈ રાઠવા, રાજદિપભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહી પરીવારજનો ને સાંત્વના પાઠવી આર્થિક મદદ કરી હતી.