Gujarat

જામનગરમાં રામનવમી નિમિતે 43મી શોભાયાત્રા નીકળી, વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા

જામનગરમાં ભગવાન શ્રી રામની આજે 43મી સવારી બાલા હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવી હતી. જેમાં ખાસ રામ લક્ષ્મણ જાનકીનો આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરીને બાલા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરી પ્રારંભ કરાવ્યો હતો.

રામસવારીના પ્રારંભ વખતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જે.પી મારવીયા,પૂર્વ સાસંદ વિક્રમ માડમ,સ્ટે. ચેરમેન નિલેશ કાગથરા ,વિરોધ પક્ષ નેતા ધવલ નંદા કોર્પોરેટર,રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા.

અને રામ સવારીમાં જયશ્રી રામના નારા લગાવ્યા હતા.જ્યારે રામસવારીમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવીયા તાલી પાડી ને રામ નામ બોલજો,કાયા રૂપી ખેતર વાવાજો, પુણ્યરૂપી દાણા વાવજો ના રામ ભજન ઉપર ઝૂમી મી ઉઠ્યા હતા. તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ સ્ટેટ ચેરમેન નિલેશ કગથરા સહિતના નેતાઓ પણ રામ નામના ભજન વખતે સાથે ઝૂમી ઉઠ્યા હતા

જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંગઠ્ઠનો, મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારી નીકળી હતી. રામ સવારી 42 વર્ષ પૂર્ણ કરીને 43 વર્ષમાં પ્રવેશી છે.

શોભાયાત્રાના આયોજન પછી આ વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા 25 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરાયું હતું. રામ સવારી બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ કરાઈ અને શહેરના મુખ્ય માર્ગો પર નગર ભ્રમણ કરશે. જે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થશે.

શોભાયાત્રાનું માર્ગ પર રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ પ્રસાદ, આઇસ્ક્રીમ અને સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 43મી રામસવારીના અનન્ય આકર્ષણો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 43મી રામસવારીમાં આ વખતે અનેક વિવિધ આકર્ષણો ઉભા કરાયા હતા.

જેમાં ખાસ કરીને જામનગર શહેરની સંસ્થા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામ – લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સાથેનો એક સુંદર અને ભવ્ય આકર્ષીત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો.

મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસની રાહબરી હેઠળ રંગેબરંગી લાઇટ સાથેનો ભવ્ય રથ તૈયાર કરાયો છે અને ભગવાન રામ લક્ષમણ જાનકીની પ્રતિમાને બીરાજમાન કરીને સમગ્ર રથને ભગવા ધ્વજથી સજ્જ બનાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત રથની આગળ વિશાળ કદના ભગવા ધ્વજ સાથે તરવરીયા યુવાનોને જોડવામાં આવ્યા છે. જે ભગવા ધ્વજ ફરકાવીને ભગવાનના રથની આગળ સંચાલનમાં જોડાયા હતા.

શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થશે અને પંચશ્વર ટાવર લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.