Gujarat

ગાંધીધામથી દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ઉનાળાની ઋતુમાં મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ- દાનાપુર અને ગાંધીધામ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ 11.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 20 એપ્રિલ, 2024 શનિવારના રોજ દાનાપુરથી 23.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07.30 કલાકે અમદાવાદ પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.