Gujarat

સુરત શહેર આચાર્ય સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંઘના પ્રમુખ, અધ્યક્ષ અને કેપ્ટન હિતેશ ભટ્ટની “સરદાર ઇલેવન” ટીમ ચેમ્પિયન

સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા કપિલદેવ, સુનીલ ગાવાસ્કર અને સચિન તેંડુલકર જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ જે મેદાનમાં રમી ચૂક્યા છે તેવા સુરતના વિખ્યાત જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલી સુરત શહેરની સર્વે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ તથા ફાઇનલ બંને રોચક અને રસાકસી ભરેલી મેચમાં સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર જાની, અધ્યક્ષ સી.ડી. પટેલ અને કેપ્ટન  હિતેશકુમાર ભટ્ટની “સરદાર ઇલેવન” ટીમ જવલંત રીતે ચેમ્પિયન બની ગૌરવશાળી સફળતા હાંસલ કરેલ છે.
આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમના પ્રમુખ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કિશોરસિંહ ચાવડા, ઉદઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી  ભગીરથસિંહ પરમાર, મુખ્ય મહેમાન સુરત પીપલ્સ બેંકના ચેરમેન  અમિતભાઈ ગજ્જર, જિલ્લા રમત ગમત અધિકારી  કનુભાઈ રાઠોડ અને સુરતના સૌ શૈક્ષણિક તેમજ રમત જગતના અગ્રણીઓએ સરદાર ટીમના તમામ આચાર્ય ખેલાડીઓને ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.