Gujarat

જામનગરનાં શ્વેતાબંર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી સહિતના સંઘો દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું

જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીરના 2622માં જન્મકલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. જેમાં શહેરમાં પણ જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી છે. ભગવાન મહાવીર સ્વામીનો 2622 વર્ષ પહેલા જન્મ થયો હતો એમના સંતાનો તેમના જન્મદિવસ અત્યંત ધામધૂમથી ઉજવે છે.

સમસ્ત જામનગરનાં શ્વેતાબંર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી બધા જ સંઘો દ્વારા ભેગા મળી ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલ છે. ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. મહાવીર સ્વામી ભગવાનનું મૂળ જીનાલય કે જે પેલેસમાં છે ત્યાં પૂર્ણ થશે.

આ રથયાત્રામાં જૈનો જોડાયા હતા. જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રથમ વખત એવું આયોજન થયું હતું. જેમાં બધા જ સંઘો જોડાઈ રહ્યા છે. આજે સવારેથી ચાંદી બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો અને બેડી ગેઈટ સહિતના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પેલેસ સંઘ છે.

જીનાલયમાં રથયાત્રા પૂર્ણ કરાઈ અને ત્યાં તમામ જૈનો માટે સાધર્મી ભકિત રાખવામાં આવી હતી. તેનો જૈનો લાભ લેશે આ તકે વિશાશ્રી શ્રીમાળીના પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા સમસ્ત જૈન સમાજના વિજયભાઈ શેઠ દેવબાગ જૈન સંઘના નિલેશભાઈ શાહ, જૈન અગ્રણી ભરતભાઈ પટેલ સમસ્ત જૈન સંગઠનના પ્રમુખ નિલેશ કગરા, હાલારી વિશાશ્રી માળી સ્થાનકવાસી ગામડાવારાના પ્રમુખ રાજુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.