Entertainment

મેગા બજેટ ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ માં પ્રભાસ અને દીપિકા સાથે મહનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે

સદીના મહાનાયક અને બૉલીવુડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની બહુપ્રતિક્ષિત આગામી મેગા બજેટ ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮’ માટે ખૂબ ચર્ચામાં છે, જેમાં દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ઘણા પોસ્ટર સતત રિલીઝ થઈ રહ્યા છે તેની સાથેજ ફિલ્મનું બિગ બીનું પોસ્ટર શેર કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે રવિવારે તેમના પાત્ર વિશે માહિતી આપવામાં આવશે.

અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ છડ્ઢ’ નું બીજું નવું પોસ્ટર તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે, જેમાં તેમની તીક્ષ્ણ આંખો જોવા મળે છે અને તેમનું આખું મોં કપડાથી ઢંકાયેલું જોવા મળે છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર સ્પોટ્‌ર્સ પર તેના પાત્રને થોડા સમય પછી જાહેર કરવામાં આવશે, જેને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને તેના પાત્ર વિશે જાણવા માટે આતુર છે.

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત અને વૈજયંતી મૂવીઝ દ્વારા નિમિર્ત ‘કલ્કી ૨૮૯૮ એડી’માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અને દિશા પટણી જેવા કલાકારો જોવા મળશે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘કલ્કી ૨૮૯૮ એડી’ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ છે. ઘણા સમય પહેલા પ્રભાસે તેની ફિલ્મની એક પોસ્ટ રિલીઝ કરી હતી, જેની સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ આ વર્ષે ૯ મે, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.