Gujarat

કરજણ- સાધલીના રોડ પર ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

કરજણથી સાધલી અને સેગવા થઇને પોઇચા બ્રિજને જોડતા રોડ પર કરજણ સાધલી વચ્ચે ઠેર ઠેર રોડ પર ખાડા પડી જવા પામ્યા છે. જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ખાડા પુરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખાડા પૂરવામાં આવતા નથી, જેથી વહેલી તકે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પાની છે.

નેશનલ હાઇવે 48 કરજણ ધાવર ચોકડીથી સાધલી અને સાધલીથી સેગવા, સેગવાથી પોઇચા બ્રિજને જોડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ ઉપર કરજણ સાધલી વચ્ચે રોડ પર ઠેર ઠેર ખાડા પડવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ બાબતે આ વિસ્તારના ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા સ્ટેટ હાઇવેના અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવ્યા નથી અને દિવસે ને દિવસે ખાડા વધતા જાય છે. જેથી વહેલી તકે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.