Gujarat

જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રમાં થી સાઈડલાઈન કરવાની રાજનીતિ સામે આક્ષેપો કરતા વિડ્યો વાયરલ

જેતલસર નાં આગેવાન દિલીપ ભુવાનો વિડીયો વાયરલ આયાતી ઉમેદવાર તેમજ ભાજપ નેતાઓ સામે અનેક આક્ષેપો કર્યા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક તરફ ગરમાવો આવ્યો છે, ત્યાં બીજી તરફ હવે નવો વિવાદની કૂંપળો ફૂટી છે. ગુજરાત ભાજપમાં મજુરિયા નેતાઓનો રોષ, પક્ષના નેતાઓને સાઈડલાઈન કરાયા છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઈફ્કોના હાલના ચેરમેન  તેમજ જેતપુરના ભાજપના ધારાસભ્ય,રાજકોટ જિલ્લા બેન્કના જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધા છે, ત્યારે પક્ષમાં ઉપરથી બિપીન પટેલના નામનું મેન્ડેટ મોકલવામાં આવ્યું છે. ત્યારે ભાજપ રાદડિયાનું પત્તુ કાપવાના ફિરાકમાં છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જેતપુરમાં ભાજપ મોવડી મંડળમાં નેતાઓ સામે બગાવત કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જમાને આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જેતપુરના જેતલસરનાં આગેવાનો વિડ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં ખેડૂત નેતા તેમજ સહકારી આગેવાન જયેશ રાદડીયાને ભાજપ દ્વારા નિષ્ક્રિય કરી દેવા ષડયંત્ર રચ્યું હોવાનું વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,ઇફ્કોની અંદર સહકારી આગેવાન જયેશ રાદડીયાને પાડી દેવા ટોળકીએ કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો તેમજ આ વિડ્યોમાં લોકસભાના રાજકોટ,અને પોરબંદર સીટ પર આયાતી ઉમેદવાર મૂકી સ્થાનિક નેતાઓએ સ્થાનિક નેતાઓને કાપ્યાનાં અનેક આક્ષેપો સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો  તેમજ વીડિયોમાં ખેડૂતોને આહવાન કરવાના આવ્યું કે પેરાશુટ ઉમેદવારને મતનાં આપવા આવે તેવા પણ આક્ષેપો કર્યા હતા.
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે.
આગઉ પણ જામકંડોણા ખાતે અમિત શાહની હાજરીમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિ વચ્ચે જયેશ રાદડિયાના નિવાસસ્થાને થયેલી ચર્ચાવિચારણા થયેલી એક આ બાબત હાલ ચિંતાનો વિષય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.