Gujarat

ભાણવડમાં વલ્લભ સાખી રસપાનના અલૌકિક કાર્યક્રમનું ભક્તિરસ માહોલમાં સમાપન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વલ્લભ સાખી રસપાનના અલૌકિક કાર્યક્રમનુ ભકિતરસ માહોલમાં સમાપન થયુ હતુ.જેમાં હજારો વૈષ્ણવ ભાવિકોએ જય વલ્લભલાલજી મહોદયના વચનામૃતનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અત્રે ગોવિંદ પ્રભુ સેવા મંડળ તેમજ વૈષ્ણવ નરોતમભાઇ રામજીભાઇ નકુમ મનોરથી પરીવાર દ્વારા આયોજીત વલ્લભ સાખી રસપાન કાર્યક્મનુ આયોજન થયુ હતુ.પાંચ દિવસની શિબીર દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયના જય વલ્લભલાલજી મહોદયે ખાસ હાજર રહી ભાવિકોને વચનામૃત કરાવ્યુ હતુ.

તેમણે અલૌકિક વાણી આપતા કહ્યુ કે, અંતકરણની શુધ્ધિ બહુ દુર્લભ છે, વધુમાં તેમણે ઉમેર્યુ હતુકે, જીવનમાં એક ભગવદિયનો સંગ જરૂર રાખવો જોઇએ.અંતમાં તેમણે ભગવદીયના સંગી ફરી આપણી પ્રભુમાં શુધ્ધિ થઇ જાય એમ જણાવ્યુ હતુ.

5 દિવસીય શિબિરમાં હજારો ભાવિકો ઉમટયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોવિંદ પ્રભુ સેવા મંડળના ભાવિન રાડીયા, જયેશ હિન્ડોચા, યોગેશ શીણોજીયા, વિજય કટારીયા, વિઠ્ઠલભાઇ શીવાવારા, બાબુભાઇ કરમુર, વિઠ્ઠલભાઇ કણજારીયા સહિત વૈષ્ણવ ભાવિકોએ જહેમત ઉઠાવી હતી.