માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને ૨૫૯મું ચક્ષુદાન
ધોરાજી : જમનાવડ ગામના ચંદ્રકાન્તભાઈ ગોપાલભાઈ કાતરીયાનું અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળ ને જાણ કરતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. કે.એ.ચૌહાણ, મેડીકલ ટીમના રોહિત સોંદરવા અને દિપક ભાસ્કરે ચક્ષુદાન પ્રક્રિયા હાથ ધરેલ હતી. આ તકે હરેશભાઈ કાતરીયા, રવજીભાઈ પરડવા, કિશોરભાઈ કાતરીયા, મહેન્દ્રભાઈ કાતરીયા, સુખાલાલભાઈ વાઘમશી, ઉદયભાઈ વાણીયા, રાજેશભાઈ કાતરીયા, હિરેનભાઈ કાતરીયા, મગનલાલ બાભણીયા, અંકીતભાઈ કાતરીયા સહિતના પરીવારજનો અને સ્નેહીઓ હાજર રહેલ હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના એ જમનાવડના કાતરીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. ચંદ્રકાન્તભાઈને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને એ ૨૫૯મું ચક્ષુદાન મળેલ છે.

