Gujarat

આશાદીપ દ્વારા ખેડા-આણંદ જીલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ

લોકસભા ચૂંટણી -2024 ને લક્ષમાં લઇને આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા છેલ્લા અઠવાડીયાથી આજદિન સુધીમાં ખેડા જીલ્લાના ઠાસરા, ગળતેશ્વર અને આણંદ જીલ્લાના આંકલાવ, બોરસદ, ખંભાત, તારાપુર જેવા તાલુકાના જુદાજુદા ગામોમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બને તેવા ઉદ્દેશ્ય સાથે ચાલેલા આ જાગૃતિ કાર્યક્રમમાં મતદાતાઓને ન્યાચિક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તેવા પ્રયાસો કરવા તેમજ ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ અભિયાનને સફળ બનાવવા માટે આશાદીપના કાર્યકરો તથા સ્થાનિક આગેવાનોએ સરાહનીય પ્રયત્નો કર્યા હતા.