આગામી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આચારસંહિતાની કડક અમલવારી થાય, શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય અને લોકો નિર્ભય શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન કરતી વખતે કોઈ શાંતિનો ભંગ કરે કે કરાવે નહીં તે માટે અગાઉની વિધાનસભા અને લોકસભા કે અન્ય ચૂંટણીઓ દરમિયાન બનેલા ગુનાઓને ધ્યાનમાં રાખી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુનેગારો કોઈ ગુના ન આચરે તે માટે 14685 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જેમાં 74 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તો 169 ને હદપાર કરવામાં આવ્યા છે.

જ્યારે પાસા હેઠળ 74 ની અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે 169 ને હદપાર દરખાસ્ત કરી રાજકોટ ગ્રામ્ય અન્ય જિલ્લામાં હદપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પ્રોહિબિશન 1087 કેસો કરવામાં આવેલ આ સાથે 1,95 હજાર રૂપિયાનો દેશી દારૂ પકડી પાડેલ, ઇંગ્લીશ દારૂની કુલ બોટલ 7200 જેમની કી.20,700 હજાર ઉપરનો મુદામાલ કબ્જે કરી રાજકોટ ગ્રામ્યનાં જેતપુર ડિવિઝન નીચે આવતા 10 પોલીસ સ્ટેશનમાં જેમાં જેતપુર,ધોરાજી ,ઉપલેટા તાલુકાના સદંતર દારૂ નેસ્ત નાબૂદ કરવા તજવીજ કરવામાં આવી છે.

બીજી તરફ ગેરકાયદેસર હથિયાર 7 પકડી પાડી ગંભીર ગુનાઓ બનતા અટકાવવા તજવીજ કરી છે. તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અનુસંધાને ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજ દિન સુધી નાસતા ફરતા આરોપીઓને અટક કરવામાં આવી છે.
આગામી લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને જેતપુર ડિવિઝન નાં જિલ્લા પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સના જવાનો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી વિવાદ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તથા કોઈ અન્છિનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયુ.
ચૂંટણીને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ડીવાયએસપી રોહિત ડોડીયા જણાવ્યું કે લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શહેર તેમજ ગ્રામ્યમાં હિસ્ટ્રીશીટ કરનારા અને ગુનેગારો પર નજર રાખવાની સાથે પોલીસ અટકાયતની કાર્યવાહી પણ કરી રહી છે.

