Gujarat

જેતપુર તાલુકાના રબારિકા ગામે બની કલ્પનાતીત ઘટના

 મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહી ગોરે યજમાનને ધક્કો માર્યો, માથું ટકરાતાં મોત
જેતપુર તાલુકાના રબારીકા ગામે  એક અકલ્પનિય બનાવ બન્યો હતો. જેમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર ગુસ્સે ભરાય યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હતું. યજમાનને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા પિતૃ હવન કર્યો હરો જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ શિવશંકર દવે કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યાં. આ વયોવૃદ્ધ ગોરને પરિવારજનોએ જણાવ્યું હતું કે, તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડયા. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે રકઝક કરી એ દરમિયાન મૃતક ગોર મહારાજને શાંત કરવા માટે હાથ પકડી રૂમમાં લઈ જતા એ દરમિયાન ધક્કો મારતાં  હાથ છૂટી જતા રવજીભાઈ ઓસરીમાં પાણીયારે નીચે રહેલ ચોકડીની પાડ (સિમેન્ટની કિનારી) કોર માથાના ભાગે વાગતા જમીન પર પટકાયા હતા અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતાં તોઓ બેભાન થઈ ગયાં હતા. આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં.
આથી આખી ઘટના પોલીસ મથકે પહોંચી હતી. સમાજના પારંપરિક ગોરે સમય ન આપતાં અન્ય ગોરને બોલાવીને હવન શરૂ કરાવી દેવાયો હતો અને તેના પગલે અમૃતલાલ ગોર ગિન્નાયા હતા અને તેમણે યજમાન પર બધો ખાર ઉતારતાં યજમાન રવજીભાઇનું મોત થયું હતું. જો કે મૃતકના મોતનું મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.જ્યારે ગોર મહારાજ સામે આઇપીસી કલમ 304 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી