રાજ્ય સર્વેલમ્સ ટીમ દ્વારા લોકસભા ચૂંટણીને લઇ વાહન ચેકીંગ સઘન કરવામાં આવ્યું છે. ચૂંટણી સમયે ઉમેદવાર અને પક્ષ કોઈ આર્થિક કે અન્ય રીતે મતદારોને લોભામણી લાલચ ન આપી શકે તે માટે વાહન ચેકીંગ કરી રહ્યા છે. જુદી જુદી ટીમો ડભોઇ વિસ્તારમાં કાયાવરોહણ, વેગા અને કેલનપુર ચેકીંગ 24 કલાક વાહન ચેકીંગ કરી રહ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આગામી 7મી મેનાં દિવસે યોજાવા જઈ રહી છે. ત્રીજા તબક્કાનું મતદાન રાજ્યમાં હાથ ધરાશે.
ત્યારે હવે રવિવાર સાંજથી ચૂંટણી પ્રચારનાં પડઘમ સાંત થવાના હોય તેવામાં સ્ટેટ સર્વેલાન્સ ટીમ દ્વારા ચૂંટણી સમય દરમ્યાન પ્રચાર પડઘમ સાંત થયા બાદ કોઈ પણ પ્રકારની ગેરરીતિ અને આર્થિક લોભામણી લાલચ મતદારોને ઉમેદવાર કે કોઈ પક્ષ આપી નાં શકે, વાહનોમાં દારૂ, હથિયાર કે પછી રોકડ રકમની હેરાફેરી નાં થાય તે માટે મોડી રાત સુધી વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે.
ચૂંટણી વિભાગ દ્વારા ડભોઇ વિધાનસભાનાં કાયાવરોહણ, વેગા અને કેલનપુર ખાતે સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે.
જે આવી પ્રવુતિઓ ઉપર નિગરાની રાખી રહી હોય સાથે સાથે વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવુતિઓ પર નજર રાખી રહી છે. ડભોઇ વેગા ત્રીભેટ પાસે જય બ્રહ્મભટ્ટ, હેતશ્વી જાદવ, પરેશભાઈ વસાવા સહિત વિવિધ કર્મચારીઓની ટુકડી તૈનાત કરી વાહન ચેકીંગ સઘન કરવામાં આવી રહ્યું છે.

