ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા કન્યા છાત્રાલયમાં હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલેજ બિલ્ડીંગ નિર્માણ થનાર છે.
લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયના દાતાઓનું સન્માન અને સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતાઓનું સન્માન સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે થયું હતું. સ્નેહ મિલન માં સરદારધામ અને ઉમિયાધામ પ્રમુખે હાજરી આપી હતી.
લેઉવા પટેલ સમાજના સ્નેહ મિલન સમારોહમાં સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, ઊંઝા ઉમિયાધામ પ્રમુખ બાબુભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. લેઉવા પટેલ સમાજના સ્નેહ મિલન તેમજ દાતા સન્માન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ રમેશ ધડુક, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બન્ને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

