Gujarat

દ્વારકા નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

દ્વારકા – જામનગર હાઈવે પર દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ચોકડીના પુલિયા પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 જે.એમ. 3754 નંબરના આઈ-20 કારના ચાલકે આ માર્ગ પર ઊભેલી જી.જે. 37 ટી. 3154 નંબરની એક ઈક્કો કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં આ કારની નજીક ઉભી ઉભેલા અંજના ભીખાભાઈ ધુલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે તેણીની સાથે અન્ય બે વ્યક્તિઓ તેમજ ઈક્કો કારના ચાલકને પણ નાની મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ અકસ્માત અંગે ઇજા પામનારા પ્રજાપતિ રમેશ સામતભાઈ પાણખાણીયા (ઉ.વ. 47, રહે. ભાટિયા)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈ-20 કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.