Entertainment

18 મેના રોજ અમેરિકામાં યોજાશે ઈવેન્ટ, ઓસ્કર વિજેતા ભારતીય ફિલ્મોના મ્યુઝિક પર પર્ફોર્મન્સ આપશે

એકેડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સ ભારતીય સિનેમા અને તેના મ્યુઝિક સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યું છે.

મ્યુઝિયમે ગુરુવારે એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 18 મેના રોજ સાંજે 6.30 વાગ્યાથી લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત આ મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

જેમાં ‘RRR’, ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘લગાન’ જેવી ઓસ્કર વિજેતા અને નોમિનેટેડ બોલિવૂડ ફિલ્મોના મ્યુઝિકનું સેલિબ્રેશન કરવામાં આવશે.

ત્રણેય ફિલ્મોના ઓસ્કર રેકોર્ડ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય ફિલ્મો કાં તો ઓસ્કર એવોર્ડ જીતી ચૂકી છે અથવા તો તેના માટે નોમિનેટ થઈ છે. જ્યાં ‘RRR’ ના ગીત નાટુ-નાટુને ઓસ્કર 2023માં બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

2009માં ‘સ્લમડોગ મિલિયોનેર’ એ બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર સહિત અનેક કેટેગરીમાં ઓસ્કર જીત્યા હતા.

આ સિવાય 2001માં આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લગાન’ ઓસ્કર એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.