વન્યપ્રાણી સિંહ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારની સીમ વાડીમાં તેમજ શહેરમાં શિકારની ખોજમાં આવી ચઢતા હોય છે જે સામાન્ય બની ગયું હોય તેમ ગત મધરાત્રીના સમયે ઉના ભાવનગર હાઈવે પર એક સાથે ચાર સિંહ પરિવારે એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી.
ઉના શહેરમાં રોકડીયા હનુમાન મંદીર નજીક ભાવનગર હાઈવે રોડ ઉપર એક સાથે 4સિંહ પરીવારે એક રેઢિયાળ પશુ પર હુમલો કરી દિધો હતો. અને હુમલો કરી પશુને મોતને ઘાટ ઉતારી દીધેલ એ દરમિયાન મુખ્ય રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા.
ત્યારે સિંહ પરીવારે આ વાહનોને જોઈ સામેની ખુલ્લી જગ્યાંએ ચાલ્યા ગયેલ અને ત્યાર બાદ રસ્તા પરથી પસાર થતાં વાહનો ઓછા થતાંજ ફરી ત્યારથી ઉભા થઇ બહાર નીકળી રસ્તા પર કરેલ મારણની મિજબાની માણી હતી.
જોકે મધરાત્રિના સમયે એક સિંહણ અને ત્રણ બચ્ચા એક સાથે શિકારની શોધમાં આવી પશુનું મારણ કરી મિજબાની માણી હતી. એ વખતે રસ્તા પરથી વાહન ચાલકો એકઠા થઇ જતા વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને મુખ્ય રસ્તા પરથી વાહન ચલકોને દુર ખસેડ્યા હતા.

