અંબાજી દર્શને નાસિક થી આવેલા શ્રધ્ધાળુ ના ખોવાયેલા ત્રીસ હજાર ની રકમ નું પર્સ પરત કર્યું
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજીમાં દસ દિવસ પૂર્વ નાસીક થી દર્શનાર્થે આવેલ શ્રધ્ધાળુ રું ત્રીસ હજાર ભરેલ પર્સ ભૂલી ગયા હતા.જોકે આ બાબતે પોલીસ મથકે પણ જાણ થવા પામી હતી. ત્યારે મંદિર માં ફરજ બજાવતા G.I.S.F.S ના જવાનો ના હાથ લાગતાં ખોવાયેલી રકમ માઈ ભક્ત ને બોલાવી અને પરત કરતા શ્રધ્ધાળુ પરિવારે આનંદ ની લાગણી વ્યકત કરી હતી.
અંબાજી મંદિર માં ગત 30 એપ્રિલ ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ના નાશિક થી એક શ્રધ્ધાળુ પરિવાર દર્શનાર્થે આવ્યો હતો. જ્યાં મંદિર ના મુખ્ય શક્તિ દ્વાર આગળ શક્તિ ધામ ની યાદગીરી સ્વરૂપે પોતાના ફોટા પાડી રહ્યાં હતા.દરમ્યાન રું ત્રીસ હજાર ની રોકડ રકમ ભરેલ પર્સ શક્તિ દ્વાર આગળ જ ભૂલી ગયા બાદ ભારે શોધખોળ અને પોલીસ ને પણ જાણ કરી હતી. ત્યારે મૂખ્ય શક્તિ દ્વાર આગળ માતાજી ની મુર્તિ પાસે પડેલ પર્સ અહી ફરજ પર હાજર જી આઈ એસ એફ ના જવાન અશોક હિરાગર ની નજર પડતા તેને આ પર્સ અંબાજી પોલીસ મથકે જમા કરાવી દીધું હતું. ત્યારે અંબાજી પોલીસ પણ યાત્રિકએ નોંધાવેલી ફરિયાદ ના આધારે સંપર્ક નંબર મેળવી અને નાસીક સ્થિત શ્રધ્ધાળુ પરિવાર ને જાણ કરી અંબાજી બોલાવી અને તેમની ખોવાયેલી રકમ પરત કરી હતી. અંબાજી પોલીસ અને જી આઈ એસ એફ ની પ્રનશનીય કામગીરી ને શ્રધ્ધાળુ પરિવાર એ બીરદાવી આનંદ અને સંતોષ ની લાગણી વ્યકત કરી હતી.

