ખંભાળીયા તાલુકાના બેહ ગામે જુગીવારા ધામ કે જ્યાં વાછરાભાનું ચમત્કારીક મંદિર આવેલું છે. અને જુગીમાં રહેતા અસુરને મારીને ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ થનાર જુગીવારા વાછરાભાનો આઠમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.

શુક્રવારે અખાત્રીજના શુભદિવસે સવારે વહેલા સાત વાગ્યે ધ્વજા પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. તથા 09/45 કલાકથી ભગવાનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં વિદ્વાન કર્મકાંડી ભૂદેવોએ ભાગ લીધો હતો. તથા 1:15 વાગ્યે બીડું હોમાયું હતું.
યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. સાંજે ચાર વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. તથા બપોરે મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. યજ્ઞના શાસ્ત્રી પદે ચેતન મહારાજ હતા. તથા લોકડાયરામાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), વિજય ગઢવી, તૃપ્તિબેન ગઢવી જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
સંતવાણી ગૌશાળાના લાભાર્થે યોજાઈ હતી.કાર્યક્રમમાં ગઢવી સમાજના માતાજીઓ તથા વિવિધ ધાર્મિક જગ્યાના ભુવાશ્રી પણ જોડાયા હતા. સવારથી મોડી રાત્રી સુધી ભાવિકો પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

