હવે,બારડોલી નગર સહિત જિલ્લામાં નદી, તળાવ, ડેમ સહિત ડૂબવાની ઘટનામાં ઊંડા પાણીમાં લાશ શોધવામાં વધુ સમય લાગશે નહી, ડૂબતા કે પાણીમાં ફસાયેલ માણસને બચાવવા માટે પણ તાત્કાલિક પહોચી જાય, એવું રિમોટ કંટ્રોલ બોય, આગની ઘટનામાં પણ નજીક નદી, તળાવ, કોતર હોય તો, ત્યાંથી તાત્કાલિક પાણી ભરી શકાય એવો આધુનિક પંપની સુવિધા મળી છે.
8 લોકોને લઈ જઈ શકે, અને પાણીમાં બેલેસિંગ કરી શકે, એવી બોટની સુવિધા મળી છે, બારડોલી નગરના જિલ્લા ફાયર સ્ટેશનમાં 13 આધુનિક સાધનો આવી ગયા છે. આપતકાલ સમયમાં અદ્યતન સાધનો બહું ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત ઇમરજન્સી લાઇટની પણ સારી સુવિધા મળી છે. જે રાત્રિ દરમિયાન જ્યા લાઇટની સુવિધા નહી હોય ત્યા પણ કામગીરીમાં સરળતા રહેશે.
ઊંડા પાણીમાં ડૂબેલ લાશ શોધવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને શુદ્ધ પાણીમાં અંડર વોટર રોબર્ટ 300 ફૂટ નીચે સુધી જઈને જાણકારી આપી શકશે. રોબર્ટમાં સીસી કેમેરા લાગ્યા હોવાથી, શુદ્ધ પાણીમાં જોઈ શકાતું હોવાથી લાશ શોધવામાં ઘણી સરળતા થશે.

આગની ઘટના બનતી હોય, ત્યારે ફાયર સાધનો જ્યાંથી પાણી ભરવાની સુવિધા હોય, ત્યાં જ વાહનોએ ભરવા જવું પડે છે. પરંતુ ફ્લોટિંગ પંપની સુવિધાથી, આગની ઘટના બની હોય તો, નજીકમાં તળાવ, નદી, કોતર સહિત જળસ્ત્રોત માં ફ્લોટિંગ પંપ મુકતા ત્યાંથી જ તાત્કાલિક પાણી ભરી દેવામાં આવશે.
ફાયર વિભાગને ટેન્ટની સુવિધા પણ મળી છે. જે કુદરતી આફત જેવી ઘટના બની હોય તો, આવા સ્થળો પર આ ટેન્ટની મદદથી તાત્કાલિક ઇમરજન્સી કન્ટ્રોલરૂમની સુવિધા કરી શકાય. મોટો કોલ હોય તો, ટેન્ટમાં રહેવાની સુવિધા સહિત થઈ શકે છે.

વરસાદના પૂરના પાણીમાં કોઈ ફસાયું હોય, અને ડૂબતાને બચાવવા માટે પણ તાત્કાલિક પહોચવું હોય, તો તરીને જવાન પહોંચે તે પહેલા પહોંચે છે,લાઇફ બોય મશીન જે રિમોટથી ચલાવવામાં આવે છે. સ્પીડ હોવાથી પાણીમાં તાત્કાલિક પહોચી, પાણીમાં ફસાયેલ, અને ડૂબતા વ્યક્તિને લાઇફ બોયથી બચાવવામાં આવશે.

