અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના ચતુરી પીપળવા વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. શિવરાજભાઈ વાલાભાઇ ધાખડા વડ ગામના યુવાન કાર સાથે પસાર થતા તેમની કાર સાથે અન્ય કાર ચાલકએ તેમનો પીછો કર્યો ભટકાવી ગેરકાયદેસર રીતે ગાડી રોકાવી જી.જે.34-એન-0012 ગાડી ઉપર અલગ અલગ હથિયારો લઈ તેમની ફોરવિલ ગાડી રોકાવી પાછળ દોડી પિસ્તોલ અને તમંચા માંથી જાનથી મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
યુવાન બચી જતા અલગ અલગ હથોયારો વડે યુવાનની સ્કોરપ્યો ગાડીમાં આગળ પાછળ કાચ તોડી ઘોબા પાડી આશરે રૂ.2.5000 નુ નુકશાન કરી આરોપીઓ ફરાર થતા ખાંભા પોલીસ સ્ટેશનમાં 4 ઈસમો સામે ફરીયાદ નોંધાય છે આરોપી મયુર ભાભલુભાઈ વરૂ,પહુ વરૂ, હરેશ ભાભલુભાઈ વરૂ અને સંજય વરૂ સહિત 4 ઈસમો જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ઘટના બાદ ખાંભા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમો તપાસમાં લાગતા આજથી એકથી બે માસ પહેલા નાગેશ્રી નજીક આવેલ ટોલનાકે ફરીયાદી શિવરાજભાઈ ધાખડાને ગાળો આપી હતી તેનો વીડિયો કર્યો હતો તે બાબતનું મનદુઃખ રાખી સ્વીફ્ટ ગાડી લઈ કાવરતરું રચી ગુન્હો આચરવામાં આવતા સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાય છે ઘટનાને લઈ ખાંભા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

