ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી માનવસેવા સમિતિ સંચાલિત એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે આ ગામની રવિવાર તારીખ 26ના રોજ સવારે 9થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈના દાતા દીપિકા ચંદ્રકાંતભાઈ બરછા પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના આંખના ડોક્ટરો તથા ટેકનીશીયનો તેઓની સેવાઓ આપશે.
દર્દીઓને સ્થળ પર જ તપાસી દવા તેમજ જરૂરી સારવાર અપાશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ ખાતે આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી, નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.
આ સાથે યોજવામાં આવેલા સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા નિષ્ણાત ડોક્ટર નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી અને દવાઓ આપશે.
આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

