કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ (બક્ષીપંચ)ને રદ કર્યુ…
મમતા બેનર્જીએ કોર્ટનો અનાદર કરતા ભારે વિરોધ કરાયો.

ઉના શહેર બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પૂતળા દહનનો કાર્યક્રમ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના નગર પાલિકા ભવન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવેલ હતો. આજે એક ઐતિહાસિક નિર્ણયમાં, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ (બક્ષીપંચ)ને રદ કરી દીધું છે. અને 2010 થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું છે. સુશ્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે, “અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં.” તેનાં વિરોધમાં બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પૂતળાનું દહન કરી મમતા બેનર્જીના હાય હાયના સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ ડાભી, યુવા ભાજપ પ્રમુખ હિરેનભાઈ સોલંકી, યુવા મહામંત્રી કિરીટભાઈ વાજા, કિશાન મોરચા પ્રમુખ તુષારભાઈ દોમડીયા, ઉના નગર પાલિકા સદસ્ય ચંદ્રેશભાઈ જોશી (રાધે), નગર પાલિકા સદસ્યના પ્રતિનિધી હરેશભાઈ જોશી, નગર પાલિકા સદસ્ય પ્રતિનિધી બાબુભાઈ ડાભી, નગર પાલિકા સદસ્ય પ્રતિનિધી રામજીભાઇ વાજા, ઈંદ્રભાઇ કરતેલા, વિજયભાઇ પરમાર, ભાવેશભાઈ સેવરા, દિલીપભાઈ, ભરતભાઇ મજેઠીયા, કિશોરભાઈ ચોહાણ તેમજ નગર પાલિકા ચૂંટાયેલા સદસ્યો સંગઠનના સર્વે હોદ્દેદારો ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

