Gujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, એકની શોધખોળ શરૂ

ખંભાળિયા પંથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગત મોડીરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીની પાછળની શેરીમાં આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવતા આ સ્થળેથી 30 બોટલ વ્હિસ્કી તથા 192 બોટલ દારૂના ચપલા મળી, કુલ 222 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કુલ રૂપિયા 31,200ની કિંમતના પરપ્રાંતિય શરાબ સાથે અત્રે તાલુકા પંચાયત પાછળની શેરીમાં રહેતા અને ડ્રાયવિંગ કામ કરતા નિલેશ ગોપાલ માયાણી (ઉ.વ. 27) અને અત્રે પોર ગેઈટ વિસ્તારમાં રહેતા ખીમા પબા ધારાણી (ઉ.વ. 45) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં જામનગરમાં રહેતા લાખા ધારાણીનું નામ પણ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.