બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રાના રહેવાસી સંજયગીરી ગૌસ્વામી છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને 14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલમાં બળબળતા તાપમાં પણ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરી આજે અંબાજી આવી પહોંચ્યા હતા.
પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી અને ચાલુ નોકરીએ એક વર્ષની રજા મૂકી ભારત ભ્રમણ માટે પોતાના પરિવારને મુકીને નીકળેલા સંજયગીરીની હિંમતને પણ બિરદાવી હતી.

સાયકલ સવાર સંજયગીરીએ જણાવ્યું હતું કે, તેઓ એક વર્ષ દરમિયાન લગભગ 16 હજાર કિલોમીટરની યાત્રા કરશે. જેમાં ખાસ કરીને ચારધામ, અમરનાથ, નેપાળના પશુપતિનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન કરશે. જોકે તેમને જણાવ્યું હતું કે, ખાસ કરીને પોલીસકર્મીઓએ પોતાની ફિટનેશ માટે સાયકલિંગ કરવું જોઈએ સાથે તેમને દેશ વાસીઓને એક મહત્ત્વનો સંદેશ કે જે હાલમાં અસહ્ય ગરમીનો પ્રકોપ થઇ રહ્યો છે. તો તેની સામે પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવવા માટેનો સંદેશો આપવા નીકળ્યા હતા.


