વેરાવળ(શાપર) ખાતે આવેલ શ્રી નવી કન્યા તાલુકા શાળા વેરાવળ માં તા.23/11/21 મંગળવાર ના રોજ થીસરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ધોરણ 1 થી 5 ના બાળકો નું શાળા મા પ્રત્યક્ષ શિક્ષણ શરૂ શરૂ કરાવવા મા આવ્યું છે.જેમાં આ પ્રસંગે શાળા મા આવનાર બાળકો ને કંકુ તિલક કરી તેમજ થર્મલ ગન થી બાળકો નું ટેમ્પપ્રેચર માપી અને સૅનેટાઇઝર સહીત ની કામગીરી કરી શાળા ના શિક્ષકો એ સ્વાગત કર્યું હતું.તેમજ સાથે ધોરણ 1 થી 8 ના બાળકોને કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ વિશે સમજાવવામાં આવ્યું તેમજ જો આગ લાગે તો શું કરવું જોઈએ તેમના માટે અગ્નિશામક બોટલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રથમ ડેમો આપવામાં આવ્યો.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા આ અગ્નિશામક બોટલ થી આગ બુઝાવવામાં આવી, આ સમયે CRC ભાવિકા બેન પ્રજાપતિ, શાળાના આચાર્યશ્રી સંજયભાઈ નિમાવત, તેમજ સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમા હાજર રહેલા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


