Gujarat

મહેમદાવાદ તાલુકાની શિવપુરા પ્રા શાળામાં સરકારશ્રી ની માર્ગદર્શિકા મુજબ શરૂ કરાઇ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કોરોના મહામારીમાં ઓફ લાઈન શિક્ષણ કાર્ય બંધ હતું.૨૨/૧૧/૨૦૨૧ થી ધોરણ 1 થી 5 મા ઓનલાઈન શિક્ષણની સાથે ઓફ્લાઈન શિક્ષણ માટે પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી.ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શિવપુરા પ્રા શાળામાં સરકારશ્રી ની માર્ગદર્શિકા મુજબ એસ ઓ પી નું પાલન કરીને બાળકોનું થર્મલ ગન થી તાપમાન માપીને સેનેટાઈજ કરીને  માસ્ક પહેરાવીને બાળકોને કઈ કઈ કાળજી રાખવી અને શું કરવું શું ન કરવું તેની વિસ્તૃત જાણકારી આપીને શિક્ષણકાર્ય નો પ્રારંભ કરવામાં આવ્યો. તમામ માર્ગદર્શક સૂચનાઓ શ્રી તેજસભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યા. બાળકોને ચોકલેટ આપીને ફૂલોથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી નારણભાઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.

IMG-20211122-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *