ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે 108માં હોસ્પિટલે ખસેડાયા…એક યુવાનને રાજકોટ રીફર કરાયો.
ઉના બાઇપાસ નેશનલ હાઈવે રસ્તા ઉપર આવેલ તપોવનના પાટીયા નજીક અજાણ્યા વાહનએ એક બાઈક ચાલકને હડફેટ લેતા બાઈકમાં સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈમરજન્સી 108માં પ્રથમ સરકારી હોસ્પિટલે સારવાર ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ રીફર કરવામાં આવેલ છે. તેમજ આજે સવારે ઉના ભાવનગર હાઇવે પર એક કાર ચાલકે બાઈક તેમજ રીક્ષા ને ભટકાવતા બાઈક ચાલકને ગંભીર ઇજા અને રિક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા 108 માં તાત્કાલિક ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ઉના બાઇપાસ હાઇવે રોડ ઉપર વ્યાજપુર ગામમાં રહેતા યશ કનુભાઈ સોસા અને સાગર હરેશભાઇ ચોહાણ બે યુવાનો ઉનાથી બાઈક ડી.ડી. 02 એફ 7095 પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બાઈકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનો ભંગોળાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક યુવાનને માથાના અને શરીરના ભાગે બીજા યુવાનને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જેમાં એક યુવાનની હાલત ગંભીર હોય જેથી તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવેલ છે.
આ અકસ્માતની જાણ ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનોને થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને યુવાન લોહી લુહાણ હાલતમાં બેભાન થતા ઘટના સ્થળે રસ્તા ઉપર ટળી પડ્યા હતા. જોકે આ અકસ્માતમાં બાઈકના આગળના ભાગનું વિલ અલગ થઈ બુકડો બોલી ગયો હતો. એક યુવાનના હાથની આંગળી અલગ થઈ ગઈ હતી. આ અંગે પોલિસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ આગળની વધુ તપાસ અર્થે તજવીજ હાથ ધરી અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા પોલિસે તપાસ હાથ ધરેલ છે.

