છોટાઉદેપુર તાલુકાના ભોરદા ગામના રેસલા રાઠવા એ રાજ્યકક્ષામાં 600 મીટર દોડમાં ગોલ્ડ મેળવ્યો છે. ભોરદા ગામના રેસલા રાયસિંગ રાઠવાએ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષામાં અંડર 14 વય જૂથમાં 600 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે બીજી બાજુ 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને રિલે દોડમાં પણ ગોલ્ડ મેડલ તેઓએ મેળવ્યો હતો. અને સમગ્ર જિલ્લાનું નામ રોશન તેઓએ કર્યું હતું. જેને લઈને જિલ્લા વાસીઓમાં પણ ખુશી જોવા મળી છે.

