Gujarat

છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામે ઓરસંગ નદીના કિનારે રેતીની લિઝોનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામે ઓરસંગ નદીના કિનારે રેતીની લિઝો આવેલી છે. જે રેતીની લિઝો પ્રાઇવેટ એજન્સીને આપી દેવામાં આવે છે. જે લિઝોનો વહીવટ ગ્રામ પંચાયત ને સોપાવમાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
આદિવાસી સમાજના આગેવાન જામસિંગ રાઠવા અને કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવાની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું. કે જે રેતીના બ્લોકો પડે છે.એ રેતીના બ્લોકો દેવલીયા ગ્રામ પંચાયતને મરવા જોઈએ અને બહારના વ્યક્તિને મળવો જોઈએ નહીં એમ ગ્રામજનોએ જણાવ્યું હતું.