Gujarat

ઘરેથી નીકળી ગયેલ યુવતીને પરિવાર પાસે પહોચાડતા

અભયમ છોટાઉદેપુર.
ગત રોજ વડોદરા સયાજી હોસ્પિટલ પાસેથી એક ત્રાહિત વ્યકિત એ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે એક યુવતી અહી બેસી રહેલા છે. જેઓ ને મદદ માટે જણાવતાં સયાજીગંજ અભયમ રેસ્ક્યું વાન સ્થલ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતાં તે છોટાઉદેપુર પાસેના ગામની યુવાન હૉય તેને સુરક્ષિત રીતે અભયમ દ્વારા તેને વડોદરાથી છોટાઉદેપુર તેમનાં પરિવાર પાસે પહોચડેલ હતી.
મળતી વિગત મુજબ કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર બે બહેનો તેનાં દાદા સાથે રહેતા હતાં. મોટી બેન નામે ઝમખું 18 વર્ષ ઉપર ની હતી પરતુ શારિરીક રીતે અશક્ત હોય મજૂરી કામ કે ઘરકામ થતુ ના હતુ જેથી તેનાં દાદા અવારનવાર મારઝૂડ કરતા હતા જેથી કંટાળી ને વડોદરા આવી ગયેલા હતા. અભયમ દ્વારા તેનું અસરકારક કાઉન્સિલગ કરી આ રીતે ઘરેથી બહાર અજાણ્યા સ્થળે નીકળી જવુ જોખમી છે.
યુવતી ને પોતાની ભૂલ સમજાઈ હતી. અને ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા અભયમ દ્વારા તેમના ગામના સરપંચનો સમ્પર્ક કરી મોડી રાત્રે વડોદરા થી છોટાઉદેપુર તેના દાદા પાસે પહોચાડેલ હતા. અભયમ દ્વારા દાદા ને પણ હેરાન ના કરવા અને યોગ્ય સારવાર અપાવવા માહિતી આપી હતી.