જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય યુવાન પર મોડી સાંજે પાડોશમાં રહેતા 3 થી 4 જેટલા શખ્સોએ સામાન્ય બાબતમાં તકરાર થયા પછી છરીના 7 થી વધુ ઘા ઝીંકી દેતાં ક્ષત્રિય યુવાને દમ તોડ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવને લઈને નવાગામ ઘેડ વિસ્તારમાં ભારે તગદીલી ભર્યું વાતાવરણ બની ગયું હતું, અને પોલીસ તંત્ર દોડતું થયું છે.

તેમજ સારવાર માટે લઈ જવામાં આવેલ યુવાન સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ત્યારે હોસ્પિટલ ખાતે ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા સહિતનો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને નવાગામ વિસ્તારમાં ઘટના સ્થળ પર પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


